આદમકાળથી પુજાતા સનાતન ધર્મના ભગવાન શીવ, જગત જનની શ્રી આદ્યશક્તિ , પ્રભુ શ્રીરામ, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, બ્રહ્માજી, હનુમાનજી બધા જ ભગવાનો થી પણ ઉપર ૨૪૨ વષમ પહેલા જન્મેલા ઘનશ્યામ પાન્ડે ઉર્ફે સહજાનંદ સ્વામી ઉર્ફે સ્વામિનારાયણને બેસાડવાની વિકૃતિ ચાલી રહી છે અને આપણા સનાતન ધર્મ ના ભગવાનો એના સેવક હોય એવું દેખાડવામાં આવી રહ્યું છે.
સનાતન ધર્મ માં સમગ્ર સંસાર બ્રહ્મમય અને બ્રહ્મ થી યુક્ત છે. કારણકે એ બ્રહ્મ રૂપી ઈશ્વર જ સર્વ માં વિદ્યમાન છે, એટલે જે માને તેના માટે પથ્થર, વૃક્ષ, ગાય, નદી કે કોઈ પણ મનુષ્ય તેનો ભગવાન છે. એ પણ માણસનો વ્યક્તિગત વિષય છે. પણ સનાતન ધર્મના સર્વોચ્ચ ઇષ્ટ તત્વો મહાદેવ, શિવ, અને મહાવિષ્ણુ કોઈ બસ્સો વર્ષ પેહલા જન્મેલા માણસ ના સેવક બનાવી ને વિકૃતિ ફેલાવે એનાથી ભયાનક વિરોધ છે, કારણકે એ સનાતન હિન્દૂ ધર્મનું બંધારણ અને સૃષ્ટિ ની સમાજને ખંડિત કરે છે. એ સનાતન ધર્મ નો હિસ્સો નથી, એ તેનો દુશ્મન છે. એ સનાતન ધર્મ માટે એક આક્રાંતા છે , જે વિકૃત ધાર્મિક વાતોને લઇ ને સનાતન ધર્મનું સ્વરૂપ બદલી પોતાના સ્થાપકને ભગવાન વિષ્ણુ અને શિવના ઉપર સ્થાપિત કરવા માંગે છે, એ હિન્દૂ ક્યારેય નથી. હિન્દૂ સનાતન ધર્મમાં કોઈ એમ કહી શકે કે 'મારા પુત્ર મારા ઈશ્વર છે' અરે એ પણ કહી શકે કે મારા પિતા મારા માટે સર્વોચ્ચ ઈશ્વર છે.' પરંતુ કોઈ એમ ન કહી શકે કે મારા પિતા સર્વોચ્ચ ઈશ્વર છે, અને તમારા બધાના પિતા મારા પિતાના સેવક છે.. તે બધા મારા પિતાની એક પગે ઉભા રહી સ્તુતિ કરે છે, એટલુંજ નહિ, તમારા બધાની માતાઓ કે તો મારા પિતાની સેવક છે, કે તો તેમની પત્નીઓ છે.' બસ આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મીઓ ને પોતાના ચોપડીઓમાં આ કહી રહ્યો છે.
ઘનશ્યામ પાંડે ઉર્ફે સહજાનંદ સ્વામી ઉર્ફે સ્વામિનારાયણને સાધુ કે સંત કહી શકાય, પણ આ સંપ્રદાયના વિવિધ ફાંટાઓ કયા આધારે એને 'પૂર્ણ પુરુષોત્તમ', 'સર્વોપરી', 'સર્વે અવતારોના અવતારી' કહે છે? કયા અધિકારથી એવા ચોપડા છપાવી પોતાના સન્યાસીઓનું અને અનુયાયીઓનું વિકૃતિકરણ કરે છે? કારણકે પછી એજ સન્યાસીઓને કથા રૂપે અને અનુયાયીઓને ભક્તો રૂપે સમાજ વચ્ચે એ વિકૃતિ જાહેર માં ફેલાવવા માટે ખુલ્લા છોડી દેવા માં આવે છે. સહજાનંદ સ્વામીનું નામ દાસ કે ચોવીસ અવતારમાં ક્યાંય નથી આવતું, એક પણ વેદ, પૂરાં કે ઉપનિષદ માં આવતું નથી. શાસ્ત્રોમાં હરિ અને નારાયણ નામ ભગવાન મહાવિષ્ણુ માટે વપરાય છે. જે આ લોકોએ ચોરી લીધા છે. સહજાનંદ સ્વામી પોતે પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન ના ઉપાસક હતા. શિક્ષાપત્રીમાં પણ તેમને શ્રીકૃષ્ણ અને પંચદેવની પૂજા કરવાનું કહ્યું છે.